મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં જમીન ઉપર બિન અધિકૃત કબ્જો કરવાના કેસમાં કોર્ટે પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો


SHARE







મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં જમીન ઉપર બિન અધિકૃત કબ્જો કરવાના કેસમાં કોર્ટે પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં ગુનો નોંધાયો હતો જેમાં જમીન ઉપર ફેન્સીંગ વાળ તોડીને ગેરકાયદેસર કબ્જો જમવામા આવ્યો હતો અને ફરિયાદી પક્ષને ગાળો ભાંડીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા સબબ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ આઈપીસી કલમ ૪૪૭, ૪૨૭, ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફોજદારી હુનો નોંધાયો હતો જે કેશમાં ગુન્હાના પાંચેય આરોપીઓનો કોર્ટે નીર્દોષ છુટકારો કરેલ છે.બનાવની ટુંક વિગત એવી છે કે તા.૮-૧-૧૮ ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી હુશેનભાઈ અભરામભાઈ સુમરાએ આરોપી તરીકે અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા,  ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર અને નીઝામભાઈ કરીમભાઈ જેડા વિરૂધ્ધ ઉપરોકત કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યું હતુ કે, તેમની કાયદેસરની માલીકીની કબ્જા ભોગવટાની જમીનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર રીતે જમીનમાં ઘુસી તાર ફેન્સીંગ તોડી નુકશાન કરી બીન અધિકૃત રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે બળજબરીથી દાદાગીરીથી ધાક ધમકી આપી તે જમીનમાં બીનઅધિકૃત બાંધકામ કરતા ફરીયાદીએ આરોપીઓને જમીન ખાલી કરવા કહેવા જતા આ કામના આરોપીઓએ ફરીયાદી હુશેનભાઇને ભુંડી ગાળો આપી તેમજ ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ઘમકી આપેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ જે મુજબ આરોપીઓની ધરપકડ કરી ત્યારબાદ તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા સદર ફોજદારી કેસ એમ.જે.ખાન સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર, નીઝામભાઈ કરીમભાઈ જેડા, આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર, નીઝામભાઈ કરીમભાઈ જેડાના તરફે વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) તથા એડવોકેટ કુ.મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર અને નીઝામભાઈ કરીમભાઈ જેડાને ચીફ કોર્ટ જજ સાહેબે આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.






Latest News