મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ


SHARE







મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ

મોરબી શહેરના શનાળા રોડે આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને છેલ્લા ૧૨ દિવસથી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને આ યુવતીના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતા સુનિલભાઈએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી દિવ્યાબેન (૨૦) ગત તા. ૨૨/૧૨/૨૩ ના રાત્રિના સમયે પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

પરિણીતા-બે દીકરીઓ મળી આવ્યા

મોરબીના લાલપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યુ હતું કે, તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કૈરને પોલીસે મહિલા અને તેની બે દીકરીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મહિલા અને તેની બંને દીકરીઓ હેમખેમ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News