મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા વી.સી. હાઈસ્કુલમાં જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE







મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા વી.સી. હાઈસ્કુલમાં જાગૃતિ સેમિનાર યોજાયો

ઉત્તરાયણના દિવસની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે પતંગ ચગાવવા મળે? ત્યારે આ પતંગોત્સવ દરમિયાન મજાની સાથે સજા ન મળે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે. જેમ કે, ક્યારેય પતંગ પકડવા એક ધાબેથી બીજા ધાબે કૂદવું ના જોઇએ, રસ્તા પર દોડધામ ન કરવી જોઇએ વગેરે. આ તમામ પરિસ્થિતિઓમાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે, સૌથી મહત્વની વાત એ છે કે, અબોલ પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ઉત્તરાયણના તહેવારના બે દિવસમાં કેટલાય પક્ષીઓ દર વર્ષે ઘાયલ થાય છે. માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને સવાર સાંજ પક્ષીઓના આવવાના અને જવાના સમયે પતંગ ન ઉડાડવી જોઇએ. જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમને નુકસાન ન પહોંચે. સાથે જ આ ઠંડીની ઋતુમાં શિયાળાના ઋતુમાં ઠંડી (કોલ્ડવેવ) થી બચવા ગરમ કપડાં તેમજ સ્‍વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્‍યારે મોટી ઉંમરના વૃધ્‍ધ, બિમાર વ્‍યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શક્ય હોય ત્‍યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું જોઈએ

આ બાબતો અંગે લોકોને જાગૃત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી દ્વારા મોરબીમાં વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે જ, આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું અને ફાયર એકસ્ટીન્ગ્યુશરનો ઉપયોગ, ૧૦૮ ઇમર્જન્સી સેવાના ઉપયોગ અને પતંગ ચગાવતી વખતે આટલી વાતો અચૂક યાદ રાખવી અને કોલ્ડવેવથી બચવા શું કરી શકાય વગેરે મુદ્દાઓ અંગે મોરબીની વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં મોરબીના ચીફ ફાયર ઓફિસર દેવેંદ્રસિંહ જાડેજા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, ડી.પી.ઓ. કોમલ મહેરા અને ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહી હતી.






Latest News