મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE











હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામે પાણી ભરેલ ખાડીમાં માછીમારી તેમજ નાહવા માટે અવારનવાર જતા આધેડ પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બગલીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં દેવશીભાઈ રબારીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઈ તડવી જાતે આદિવાસી (૫૫) સુખપર ગામની સીમમાં ગળતીની પાણી ભરેલ ખાડીમાં અવારનવાર માછલી પકડવા તેમજ ન્હાવા માટે જતા હતા દરમિયાન કોઈ કારણોસર તે ખાડીમાં ભરેલા પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને ભીમજીભાઈ તડવીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અર્જુનભાઈ ભીમજીભાઇ તડવી જાતે આદિવાસી (૩૭) રહે. ગઢસીસા ગામની સીમમાં હરેશભાઈ રંગાણીની વાડીએ માંડવી જિલ્લો કચ્છ ભુજ મૂળ છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ દેવજીભાઈ કુંભારવાડીયા (૩૪) નામનો યુવાન બાઈક લઈને પોતાના કામથી બેલા આમરણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં વિક્રમભાઈને ઇજા થતાં હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ છે






Latest News