મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ


SHARE







મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ સ્ટાર વિજુડી પણ ત્યાં હાજર રહીને લોકોને પેટ પકડાવીને હસાવશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સેતલનાં કાંઠે આલણ દેવરો ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. ત્યારે નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપવા માટે આવશે અને યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પણ ત્યાં હાજર રહેશે અને લોકોને પેટ પકડાવીને હસાવશે માટે આ કાર્યક્ર્મનો લાભ લેવા અને ગૌ સેવાના કામમાં મદદ કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News