મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ


SHARE







મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ

મોરબીના મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવ્યું છે તે દબાણને દૂર કરીને ત્યાં ફાય સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ત્યાં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ તેઓ ત્યાં વર્ષોથી રહે છે તેના પુરાવા સાથે કલેકટરને આવેદનપત્ર આપીને તેઓને સરકારના નિયમ મુજબ મકાન ફાળવવા માટેની માંગ કરી છે

મોરબીના વોર્ડ નં-૨ માં આવતા ભારતનગર મફતિયાપરા કે વિસ્તાર મોરબીના સર્કીટ હાઉસ સામે આવેલ છે ત્યાં સરકારી ખરાબાની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પરિવાર રહે છે તેઓને હાલમાં તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ આ મુદે કલેકટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૩૦ જેટલા પરિવારો વર્ષોથી ત્યાં રહે છે અને તે વિસ્તાર પહેલા જુના મહેન્દ્રનગરની હદમાં આવતો હતો જો કે, હવે તે મોરબી પાલિકાની હદમાં આવે છે ત્યારે પાલિકાએ ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં ૧૫૬૧/૧ ની જમીન ૮૦૦૦ ચોરસ મીટર જગ્યા માંગી છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે અહિયાં મોટાભાગે બક્ષીપંચ, ચુંવાળીયા કોળી અને અન્ય સમાજના લોકો રહે છે ત્યારે તેઓના મકાન તોડી નાખવામાં આવે તો તે બેઘર બની જશે જેથી કરીને તેઓની પાસે મકાનના વેરા, લાઈટ બીલ અને રેશનકાર્ડ જેવા આધાર પુરાવા છે તે રજૂ કરીને આ પરિવારોને સરકારની કોઈ પણ યોજના હેઠળ મકાન આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News