મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE







મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

ભગવાન શ્રીરામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ જુદાજુદા વિસ્તારમાં ફરે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરીને સામૈયા કરવામાં આવી રહ્યા છે આ અક્ષત (ચોખા) કળશ મંગળવારે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં- ૨ માં છેડે આવેલ પુનિતનગર હનુમાનજીનાં મંદિરે આવ્યો હતો ત્યારે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ચંદ્રેશનગર બાલા હનુમાનજીએ અક્ષત (ચોખા) કળશના સામૈયા કરવામાં આવ્યું હતું ત્યારે પુનિત નગર, ક્રિષ્ના પાર્ક ૧ અને ૨, આશાપાર્ક, રાધાપાર્ક વગેરે બધી જ સોસાયટીના લોકો ત્યાં આવ્યા હતા આવી જ રીતે મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશીપમાં આ કળશ યાત્રા પહોચી હતી ત્યારે ઉમા ટાઉનશિપ ખાતે ખુબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રામાં જોડાયા હતા તો મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં અક્ષત કળશનું જાજરમાન સ્વાગત કરાયુ હતુ. અને અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી લોકોમાં જોવા મળી હતી ત્યારે જડેશ્વર મંદિર, માધાપર ગામ, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, અંબિકા રોડ અને જુની રેલવે કોલોની વિસ્તારમાં  સ્થાનિકો દ્વારા ઢોલ ત્રાસા સાથે કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News