મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યાં !: તંત્ર પ્રશ્ન ન ઉકેલે તો પાલિકામાં ગંદકી ઠાલવવાની ચીમકી


SHARE







મોરબીના રિલીફનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યાં !: તંત્ર પ્રશ્ન ન ઉકેલે તો પાલિકામાં ગંદકી ઠાલવવાની ચીમકી

મોરબીના સામાકાંઠે રિલીફનગર સોસાયટીમાં ગટર ઉભરવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને તેની રજૂઆતો પાલિકામાં કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી સમસ્યાને ઉકેલવામાં આવી નથી અને હવે તો લોકોના ઘામાં ગટરના પાણી ઘૂસી ગયા છે ત્યારે આગામી ચાર દિવસમાં જો નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો ગટરની ગંદકી પાલિકામાં ઠાલવવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ હાલમાં પાલિકામાં લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રિલીફનગરમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર તો છેલ્લા ઘણા સમયથી છે જો કે, હવે લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસી રહ્યા છે તો પણ પાલિકા કોઈ કામ કરી રહી નથી ત્યારે રિલીફનગરના બ્લોક નંબર ૩૦ અને ૪૦ અને ૭૩ તેમજ ૮૦ વચ્ચે ગટરનું ગંદુ પાણી ભરાયેલ છે અને જયા ગંદકી છે તેની આગળના ભાગમાં મંદિર આવેલ છે જેથી દર્શને આવતા જતાં લોકોને ગંદકી માંથી જવું પડે છે જેથી કરીને લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ ગટરના ગંદા પાણીનો વહેલ્લી તકે નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળા ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે ત્યારે લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને કામ નહીં કરવામાં આવે તો ચાર દિવસ બાદ ગટરના ગંદા પાણી પાલિકામાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News