મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો

૨૫ ડિસેમ્બર એટલે કે ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મજ્યંતીને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી (લક્ષ્મીનગર) ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જીલ્લા ભાજપ મંત્રી નિરજભાઈ ભટ્ટ સહિતના જિલ્લા ભાજપના તમામ હોદેદારો, જિલ્લા અને તાલુકાના, મોરચાના તમામ હોદેદારો અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા દ્વારા અટલજીના જીવન વિશે ખૂબ સરસ રીતે ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી હતી. આર્યાવર્ત સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા દ્વારા સંચાલન કરી અટલજીના જીવન વિશેની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી






Latest News