મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને બે મહિલા સહિત આઠ લોકોએ કર્યો હુમલો: ઘર-કારમાં કર્યું નુકશાન


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને બે મહિલા સહિત આઠ લોકોએ કર્યો હુમલો: ઘર-કારમાં કર્યું નુકશાન

મોરબી નજીકના રફાળેશ્વર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ મળીને આઠ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે મહિલા અને તેના ભાઈને ગાળો આપીને મહિલાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તેઓના ઘરના બારી, દરવાજામાં તેમજ એક ગાડીમાં ધોકા અને ધારિયાના ઘા તથા ઇંટોના કટકા મારીને નુકસાની કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બેલા રંગપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલની બાજુમાં ડિજિટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુનીતાબેન ખીમજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૩૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ કિશોરભાઈ સુમેસરા, દક્ષાબેન રાજેશભાઈ સુમેસરા, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઈ સુમેસરા, પીન્ટુ પરમાર, ગજન રમેશભાઈ બારોટ, કિશોરભાઈ મેઘજીભાઈ સુમેસરા, જસુબેન કિશોરભાઈ સુમેસરા અને ધર્મેશ કિશોરભાઈ સુમેસરા રહે. બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રફાળેશ્વર ગામે રહેતા તેઓના ભાઈ અજયભાઈ ચૌહાણને અગાઉ ગજન રમેશભાઈ બારોટ સાથે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને રફાળેશ્વર ગામે તેઓના ભાઈ અજયભાઈ ચૌહાણના મકાન પાસે આરોપીઓ પાવડા, ધોકા અને ધારિયા લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના ભાઈ અજયભાઈ જગદીશભાઈ ચૌહાણના ઘરે ફરિયાદી તેમજ સાહેદો હાજર હતા તેને ગાળો આપી હતી અને ફરિયાદીના ભાઈ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના મકાનમાં આગળ અને પાછળના બારી દરવાજામાં ધોકા મારીને નુકસાની કરવામાં આવી હતી અને સાહેદ સુલતાન ઉર્ફે પારસની ક્રેટા ગાડીમાં ધારિયા અને ધોકા તેમજ ઈંટના કટકા મારીને નુકસાની કરવામાં આવી હતી માટે ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના મધુપુર ગામના બસ સ્ટેશન સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કિશનભાઇ ઉર્ફે કાનો રાઘવજીભાઈ રાઠોડ (૨૪) રહે. મધુપુર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છ






Latest News