મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ મારા મારીમાં આધેડ, યુવાન અને યુવતી સારવારમાં


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ મારા મારીમાં આધેડ, યુવાન અને યુવતી સારવારમાં

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ મારા મારીના બનાવ બનેલ હતા જેમાં ઇજા પામેલ આધેડ, યુવાન અને યુવતીને સારવારમાં માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરી હતી

મોરબીના કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ પાછળ રહેતા ભગવાનજીભાઈ છગનભાઈ ચાવડા નામના ૫૪ વર્ષના આધેડને મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ગાંધી બજાર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ યુસુફ ઇસ્માઈલભાઈ લોખંડવાલા નામના ૩૧ વર્ષીય યુવાનને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.ઉપરોક્ત બંને બનાવો સંદર્ભે હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતી પ્રિયંકાબેન નિખિલભાઇ ભટ્ટી નામની ૨૦ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે અહિંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર વી.એસ.ડાંગરએ આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી હતી.

બાઇક સ્લીપ
મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ઋષભનગર વિસ્તારમાં રહેતો મિત હસમુખભાઈ વડાલીયા નામનો ૨૪ વર્ષનો યુવાન તેનું બાઈક લઈને મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક નજીકથી જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈક સહિત નીચે પડી જતા ઈજા પામતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો અને જેને પગલે બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સોખડા ગામના વતની પ્રવીણભાઈ બચુભાઈ ગઢવી નામના ૪૬ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે તેને સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સામે આવ્યું હતું કે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામ પાસે આવેલ બોસ સિરામિકની પાસે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાંપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ સભારાની વાડી વિસ્તારમાં રહેતા દિવાળીબેન વેલજીભાઈ પરમાર નામના ૫૬ વર્ષીય વૃદ્ધાને બાઈકમાં જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર બાવરાની વાડી રાધા પાર્ક નજીક આવેલ વિસ્તારમાં જ્યોતિબેન વિશાલભાઈ સુરેશભાઈ પરમાર નામની ૨૩ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા ઉપરોક્ત બનાવના કારણ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે રહેતા ભાનુબેન મોહનભાઈ પરમાર નામના ૪૫ વર્ષીય મહિલાને ઘરે કોઈ જંતુ જનાવર કરડી જતા તેઓને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આ બાબતે નોંધ કરીને તપાસ કરી હતી.  






Latest News