મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને આધેડને માર માર્યો: એટ્રિસિટિની ફરિયાદ


SHARE







મોરબીના સોખડા ગામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને આધેડને માર માર્યો: એટ્રિસિટિની ફરિયાદ

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા આધેડે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને તેને રસ્તામાં આંતરીને જાહેરમાં ગાળો આપી ઝાપટો મારી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા રમેશભાઈ ખીમાભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૫૪)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરદેવભાઈ બાબાભાઈ બાલાસરા રહે. સોખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, અગાઉ તેઓએ કરેલ ફરિયાદનો ખાર રાખીને તે જ્યારે સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન કારખાના પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકની સામે આરોપીએ પોતાનું મેટાડોર રાખીને તેને આંતરીને જાહેરમાં ગાળો આપી હતી તેમજ બે ત્રણ ઝાપટો મારી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News