મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ-જામસર રોડ ઉપરથી ૨૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરના માટેલ-જામસર રોડ ઉપરથી ૨૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકાના માટેલથી જામસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને ૩.૦૯ લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માટેલ ગામથી જામસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી હુન્ડાઈ આઈ-૨૦ કાર નંબર જીજે ૩ એલજી ૨૨૪૩ પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા તે કારને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૦૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મુકુંદભાઈ બાબુભાઈ શ્રીમાળી જાતે અનુ. જાતિ (૩૫) રહે. મારુતિ નંદન સોસાયટી અંબુજા સિમેન્ટ સામે થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે






Latest News