મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની મધુવન સોસાયટીમાં ઘરમાંથી દારૂની ૮૩ બોટલ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીની મધુવન સોસાયટીમાં ઘરમાંથી દારૂની ૮૩ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નંબર-૫૧ માં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૮૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૮,૨૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટીના મકાન નંબર-૫૧ માં રહેતા શિવરાજસિંહ જેઠવાના ઘરે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૮૩ બોટલો મળી આવતા પોલીસે ૨૮,૨૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શિવરાજસિંહ રાકેશકુમાર જેઠવા જાતે દરબાર (૨૪) રહે. મધુવન સોસાયટીમકાન નંબર-૫૧ મોરબી મૂળ રહે. ગોસા જીલ્લો પોરબંદર વાળાની ધરપકડ કરીન મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાત બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી ફાટક નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની મોટી કુલ મળીને સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી તરુણભાઈ ઉર્ફે કિશન અરવિંદભાઈ આંકવીયા જાતે કોળી (૨૫) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક શેરી નંબર-૪ મકાન નંબર-૮ મોરબી મૂળ રહે. હજનાળી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બેલા દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં સીરામીક કારખાના સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દીક્ષિતભાઈ વ્રજલાલ દુદકીયા જાતે.મિસ્ત્રી (૩૦) રહે. ત્રિલોકધામ સોસાયટી પીપળી ગામ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News