મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારનો બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે બાઈક ચાલકની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બાળકનું મોત નીપજ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક નજીકના સુદીપ ગોડાઉન નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર નામનો નવ વર્ષનો બાળક ગત તા.૪/૧૨ ના રોજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો દરમિયાનમાં બાઈક નંબર જીજે ૩૬ એજી ૦૭૭૮ ના ચાલકે હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ મનીષ જાડેજાને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે બાળકનું સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પીએસઆઈ બી.એન. બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા આરોપી વિશાલ ગજુભાઈ સાતોલા જાતે કોળી (૧૯) રહે. ઈંદિરાનગર મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક આવેલ મયુર સોસાયટીમાં રહેતી પૂજાબેન અજયભાઈ મકવાણા નામની ૨૭ વર્ષીય યુવતી કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેઓની માતા જશોદાબેન તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા કયા કારણસર ઉપરોક્ત બનાવ બન્યો છે તે દિશામાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બાઈક અકસ્માત
મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણનગર વિસ્તારમાં રહેતા જયદીપ અનિલભાઈ ફુલતરીયા જાતે વ્યાસ (ઉંમર ૩૨) નામના યુવાનને ઘરેથી સીટીમાં જતા સમયે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાંથી બાઈક લઈને જતા સમયે બાઇક સાથે કૂતરું અથડાવવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા બનાવ સંદર્ભે નોંધ કરીને સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી.






Latest News