મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા


SHARE







ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા

મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે શિવરાત્રીના રોજ બૌધોત્સવ યોજાતા હોય છે તે રીતે જ આગામી શિવરાત્રીના રોજ બોધત્સવ યોજાવોનો છે.જેથી મોરબીના ટંકારા ખાતે આગામી શિવરાત્રીના બોધોત્સવમા સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદીત્યનાથ, ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતજી વિગેરે આમંત્રિત મહેમાનો હાજર રહે તેવી શક્યતાઓ છે અને આ કાર્યક્રમને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આગામી શિવરાત્રીના રોજ સમગ્ર ટંકારા ઋષિમય બની જશે અને ૨૦ હજારથી વધુ આર્યો ઉપસ્થિત રહશે.અત્યારથી જ સમગ્ર ટંકારા ખાતે આ પ્રસંગે ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે






Latest News