મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE







માળીયા(મિં.) ના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દિકરીને લગ્નની લાલચ આપી સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવાયેલ હોય ભોગ બનેલ સગીરાના પિતાએ માળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

વધુમાં સુત્રોમાંથી જાણવા મળતી હકીકત પ્રમાણે માળીયા(મિં.) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર ઉમરની દિકરીનું લગ્નની લાલચ આપીને બદકામના ઇરાદે અપહરણ કરી જવાયેલ હોય ભોગ બનેલ સગીરામા પિતાએ હાલમાં મહેશ મોહનભાઇ ભંખોડીયા રહે.ચાંચાવદરડા તા.માળીયા(મિં.) જી.મોરબી વાળા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ-પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી સગીરાને શોધવા અને આરોપીને પકડવા આગળની તજવીજ કરવામાં આવી રહેલ છે.

વૃદ્ધા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક નજીકના કાંતિનગર વિસ્તારમાં રહેતા આઈસાબેન ઉર્ફે આયસુબેન સિદીકભાઈ મકવાણા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબીના ડોક્ટર ચૌહાણના દવાખાના પાસે તેઓને વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આધેડ મહિલા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા શારદાબેન મગનભાઈ ગામી નામના ૫૦ વર્ષીય આધેડ મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ એકટીવાના પાછળના ભાગે બેસીને પંચાસર રોડ ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓ વાહનમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા તે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News