મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી દવા વાળુ પાણી પી ગયેલા યુવાનનું મોત


SHARE







હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી દવા વાળુ પાણી પી ગયેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતો યુવાન જીરાના પાકમાં દવાનો છટકાવ કરતો હતો ત્યારે તેને પાણીની તરસ લાગતાં પાણીના બદલે દવા વાળું પાણી પી લીધું હતું જેથી કરીને તે યુવાને ઝેરી અસર થઈ હોવાથી સારવારમાં ખસેડાયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતક યુવાનના નાના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અનિલભાઈ દેવજીભાઈ રાતોજા જાતે કોળી (૨૫) નામના યુવાને ભરતભાઈ ચતુરભાઈ રાતોજાની વાડી વાવવા માટે રાખેલ છે અને તે વાડીમાં જીરાના પાકમાં દવાના છટકાવ કરવાનું કામ કરતો હતો ત્યારે તે યુવાનને પાણીની તરસ લાગતા ભૂલથી તે પાણીના બદલે દવા વાળું પાણી પી ગયો હતો જેથી કરીને અનિલભાઈ રાતોજાને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક અનિલભાઈના નાના ભાઈ સુનિલભાઈ દેવજીભાઈ રાતોજા જાતે કોળી (૨૩) રહે સાપકડા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News