મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

દાખલારૂપ : હળવદમાં આવેલ સોલ્ટના કારખાનાના માલિક સામે ટાટા કંપનીના કર્મચારીએ નોંધાવી કોપીરાઇટની ફરિયાદ


SHARE







દાખલારૂપ : હળવદમાં આવેલ સોલ્ટના કારખાનાના માલિક સામે ટાટા કંપનીના કર્મચારીએ નોંધાવી કોપીરાઇટની ફરિયાદ

હળવદ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક કારખાનેદાર સામે ટાટા કંપનીના કર્મચારી દ્વારા કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના લોગો, કલર અને ડિઝાઇનને ભળતા પ્લાસ્ટિકના ૩૮ રોલ તથા ખાલી વેસ્ટેજ ૭૨૦૦ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને ૧૧૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં કારખાનેદાર સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતીગત પ્રમાણે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા ના રહેવાસી રોહિતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત જાતે રાજપૂત (૨૨) નામના ટાટા કંપનીના કર્મચારી દ્વારા આત્મારામ ક્રિષ્નારામ ચૌધરી (૩૩) રહે ગિરનારી નગર મકાન નંબર ૬૪ હળવદ મૂળ રહે રાજસ્થાન વાળાની સામે કોપીરાઈટ એક્ટ મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટાટા કંપનીનું ઓથોરાઈઝ ડીલર પ્રમાણપત્ર કે કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં આરોપી પોતાના સાગર કેમ્પ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિકના પ્રિન્ટેડ વિથ મહાવીર તુલસી શક્તિ લખેલ ટાટા કંપનીના લોગો, કલર અને ડિઝાઇન સાથેના ૩૮ રોલ તથા ખાલી વેસ્ટેજ ૭૨૦૦ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને કુલ મળીને ૧૧,૪૦૦ ની કિંમત મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટાટા કંપનીના કર્મચારીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુજબ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ. જેઠવા ચલાવી રહ્યા છે.






Latest News