મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો


SHARE







મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો

મોરબી જિલ્લાના માળિયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે આરોપી પકડાયો હતો. જે અંગે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા હાલ આરોપીના વકીલે કરેલી દલીલોને આધારે કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે પોલીસે રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૪૫ ગ્રામનો માદક પદાર્થ અફીણના રસનો જથ્થા (ઓપીયમ આલ્કોલાઈડ) સાથે આરોપી વેહનારામ દલારામ ચૌઘરીને એનડીપીએસ એકટ ની કલમ ૮(સી), ૧૭(બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ હતો અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ નામ. સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ પી.સી. જોષીએ આરોપી વેહનારામ દલારામ ચૌધરીને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરલે છે આ કેસમાં આરોપી વેહનારામ દલારામ ચૌધરીના વકીલ મનિષ ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મેનાઝ એ. ૫રમાર રોકાયેલા હતા.






Latest News