મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાના અપહરણના બનાવમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી સગીરાના અપહરણના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું તેની ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન સગીરા સાથે આરોપી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રજૂ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલા વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને બદકામના ઇરાદે તા.૧-૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શકદાર તરીકે અરવિંદ અવચર પરમાર જાતે સતવારા (સિધ્ધનાથ સ્ટુડિયો વાળા) રહે. મોર ભગતની વાડી ગોકળદાસ પ્રાગજી જીન પાછળ શનાળા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આઈપીસી કલમ ૩૬૩૩૬૬ મુજબ ગુનો નોંધીને આરોપી અરવિંદ પરમારને પકડવાં માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન ભોગ બનેલ સગીરા અને આરોપી બંને સામેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થતાં પોલીસે આરોપી અરવિંદ અવચર પરમાર જાતે સતવારા (૨૪) (સિધ્ધનાથ સ્ટુડિયો વાળા) રહે. મોર ભગતની વાડી ગોકળદાસ પ્રાગજી જીન પાછળ શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હસનભાઈ ઇમામભાઈ સૈયદ નામનો ૩૭ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને જે અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા વિરજીભાઈ ચનાભાઈ આંત્રેસા નામનો ૪૦ વર્ષીય કોળી યુવાન અદેપર ગામની સીમમાં કચરો વીણવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાનમાં તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાલ આ બાબતે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પીપળીયા ચોકડી પાસે રહેતા કરણ કેરૂભાઈ મંગલાઇ (ઉમર ૨૨) અને મોરબીના પંચાસર ગામે મયુર ડેરી પાસે રહેતા ગનાભાઈ મેરસીંગ ચનારે (ઉંમર ૨૨) ને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જેથી બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News