મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની બે સોસાયટી વચ્ચે પાણી માટે માથાકૂટ: પૂર્વ કાઉન્સિલરને માર માર્યો !


SHARE







મોરબીની બે સોસાયટી વચ્ચે પાણી માટે માથાકૂટ: પૂર્વ કાઉન્સિલરને માર માર્યો !

મોરબીના મુનનગર પાસે આવેલ ઋષભ પાર્ક સોસાયટી અને તેમની સામેના ભાગમાં આવેલ સોસાયટી વચ્ચે પાણી પ્રશ્ને માથાકૂટ થઈ હતી અને ઋષભ પાર્ક સોસાયટીને પાણી આપવા માટે બીજી સોસાયટીના લોકો અવરોધ કરી રહયા હતા અને પાણીનો વાલ્વ રીપેર ન કરવા દેવા માથાકૂટ કરી હતી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલરને માર મારતા પોલીસને પણ સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને બન્ને સોસાયટીના લોકો સામસામે આવી ગયા હતા

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મૂનનગર ચોક પાસે આવેલ ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને છેલ્લા બે વર્ષથી પાણી માટે તો હેરાન હોવાની રરજૂઆત કરી હતી જો કે તે સોસાયટીની સામેની ધર્મભૂમિ સોસાયટી વાળાની આડોડાઈના લીધે તેઓ પાણી માટે હેરાન છે તેવો આક્ષેપ કર્યો હતો. અને છેલ્લા દસ દિવસથી પાણીનું એક ટીપું આવ્યું ન હતું જેથી કરીને મહિલાની રજૂઆતને ધ્યાને લઈને પાલિકાએ સોસાયટીમાં આવેલ પાણીનો વાલ્વ રીપેર કરવા ખોદકામ શરૂ કર્યું હતું ત્યારે સામેની સોસાયટીની મહિલાઓ બળજબરીને કામ બંધ કરાવ્યું હતું. ત્યારે ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓ પૂર્વ કાઉન્સિલર સાથે ત્યાં ગઈ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હાથ ચાલાકી પણ થઈ હતી અને પૂર્વ કાઉન્સિલરને માર મારતા બન્ને સોસાયટીના લોકો સામસામે આવી ગયા હતા જેથી આ અંગેની પોલીસને જાણ કરી હતી માટે પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમજવીને લોકોના ટોળાને વિખેરી નાખ્યું હતું અને મામલો શાંત પડ્યો હતો.






Latest News