મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા

ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન: લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે. તો પણ સરકાર મચક આપી રહી નથી ત્યારે આજે મોરબીમાં ચાર જિલ્લા શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા તેમજ મહા પંચાયત યોજાઇ હતી જેમાં પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટેની બુલંદ માંગ કરવામાં આવી છે અને સરકાર તેઓની માંગણી નહીં સંતોષે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સંઘ દ્વારા જે આદેશ કરવામાં આવશે તે મુજબ લડત અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના માટે શિક્ષકો સહિતના કર્મચારીઓ લડત કરી રહ્યા છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદધારાસભ્યોચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રીમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી

જેથી કરીને શનિવારે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છરાજકોટસુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગથી લઈને કેસર બાગ સુધી પદયાત્રા યોજાઇ હતી ત્યારે બાદ મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મહા પંચાયત યોજાઇ હતી જેમાં અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ તે સહિતના સવાલો ઊભા કરીને Only OPS OPS ના નારા શિક્ષકો સહિતના કર્મચારીઓએ લગાવ્યા હતા અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેવામાં આવે તેવી બુલંદ માંગ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઇ વડસોલા સહિતના સ્થાનીક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News