મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું


SHARE







હળવદના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું

હળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉષ્માભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ અને ODF plus અંતર્ગત પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. અને આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભોથી મીયાણીના ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ,  ઉજ્જવલા યોજના, વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મીયાણી ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News