મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક લિફ્ટ લેવા બાઇક ચાલકને પથ્થર બતાવતા સર્જાયો અકસ્માત, બાદમાં ચાર શ્ખ્સોએ યુવાનને માર માર્યો


SHARE







મોરબી નજીક લિફ્ટ લેવા બાઇક ચાલકને પથ્થર બતાવતા સર્જાયો અકસ્માત, બાદમાં ચાર શ્ખ્સોએ યુવાનને માર માર્યો

મોરબી નજીકના સનાળા ગામથી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન પોતાના ઘર તરફ જવા માટે ઊભો હતો અને ત્યાંથી પસાર થતા બાઇકચાલકો પાસે લિફ્ટ લેવા માટે પ્રયત્ન કર્યો હતો તો પણ કોઈએ બાઈક ઊભું ન રાખતા યુવાને પોતાના હાથમાં પથ્થર લઈને બાઇકને રોકવા માટે પ્રયત્ન કરેલ હતો જેથી બાઇક સ્લીપ થયું હતું અને બાદમાં તે ઇયજા પામેલા વ્યક્તિએ અન્ય ત્રણને બોલાવીને ચાર શ્ખ્સોએ તેને માર માર્યો હતો જેથી તે યુવાને ચાર શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષેથી ઇજા પામેલા યુવાને પથ્થર બતાવનારાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આગળ રહેતો મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ કેનાલ પાસે ઝૂંપડામાં રહેતા શૈલેષભાઈ બચુભાઈ બાબરીયા જાતે કોળી (ઉંમર ૩૫) સનાળા ગામ થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ઊભા હતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાથ બતાવીને ઘરે જવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ કોઈપણ વાહન ચાલક પોતાનું વાહન ઊભું રાખતા ન હતા જેથી કરીને શૈલેષભાઈએ પોતાના હાથમાં પથ્થર રાખીને આવનાર બાઇક ચાલકને પથ્થર બતાવીને રોકવા માટે પ્રયત્ન કરેલ હતો ત્યારે જીતેન્દ્રભાઈને પથ્થર બતાવતા જીતેન્દ્રભાઈનું બાઇક સ્લીપ થયું હતું અને તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ તેણે પોતાના ભાઈ અને બીજા બે માણસોની ત્યાં બોલાવ્યા હતા અને આ ચારેય શખ્સોએ મળીને શૈલેષભાઇને માર માર્યો હતો જેથી કરીને શૈલેષભાઇને ઈજા થતાં શૈલેષભાઈએ જીતેન્દ્રભાઈ અને અન્ય ત્રણ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામાપક્ષેથી ચિરાગ ધનજીભાઈ ભેસદડીયા જાતે પટેલ (૨૩) રહે નસીતપર વાળાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોટરસાયકલ લઈને તેઓ નસીપર વાળા રસ્તેથી વાવડી રોડ તરફ પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોય ત્યા જતાં હતા ત્યારે રસ્તા ઉપર શૈલેષ બચુભાઈ નામનો શખ્સ પથ્થર લઈને ઉભો હતો અને તેણે પથ્થર બતાવતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને મોઢેકપાળે અને ગાલના ભાગે ઇજાઓ થઇ હતી આમ હાલમાં પોલીસે મારા મારી અને અકસ્માતનાં બનાવની અંદર સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News