મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વઘાસીયા પાસે ગેરકાયદે ટોલનાકાના અવરજવરના રસ્તે લાગ્યા બુચ: ટોલ પ્લાઝા ઉપર વાહનોની સંખ્યામાં વધારો


SHARE







મોરબી જિલ્લાના વઘાસીયા પાસે ગેરકાયદે ટોલનાકાના અવરજવરના રસ્તે લાગ્યા બુચ: ટોલ પ્લાઝા ઉપર વાહનોની સંખ્યામાં વધારો

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર વઘાસીયા પાસે ટોલનાકુ આવેલું છે અને તે ટોલનાકાની બાજુમાં બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. આ બાબત મીડિયામાં ઉજાગર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે હજુ સુધી આરોપી પકડાયેલ નથી જોકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા હાલમાં જે ગેરકાયદેસર ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડસો મૂકીને તથા ખાડા ખોદીને તે રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેથી કરીને ટોલ પ્લાઝા ઉપર વાહનોની સંખ્યામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મોરબી જિલ્લાના વઘાસીયા પાસે આવેલ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી નિયમ પ્રમાણે સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો જ્યારે મીડિયામાં ઉજાગર થયો ત્યારબાદ કલેક્ટર, પોલીસ અને વહીવટી તંત્ર વિગેરે દોડતા થયા હતા અને ગઈકાલે સવારથી આ સમાચારો પ્રસિદ્ધ થયા બાદ સાંજ સુધીમાં વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે જોકે હજુ સુધી આ ગુનામાં કોઈ આરોપીની ધરપકડ થયેલ નથી 

પરંતુ આજે ટોલ પ્લાઝા નું કામ કરતી એજન્સી દ્વારા ગેરકાયદે જે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડશ ઉભી કરીને ત્યાં પોતાના કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે તેમજ કેટલીક જગ્યાએ રસ્તામાં જેસીબી થી ખાડા ખોદીને રસ્તા ઉપર વાહનોની અવરજવર ન થઈ શકે તે પ્રકારે રસ્તાને બંધ કરવામાં આવ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા્ મળતી પ્રમાણે અગાઉ દૈનિક આ ટોલ પ્લાઝા ઉપરથી 24 કલાકમાં 7000 જેટલા વાહનોની અવરજવર થતી હતી જોકે ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ આઠ કલાકમાં 300 થી 350 જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે અને લગભગ 24 કલાકમાં 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા દૈનિક આ ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે






Latest News