મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલા એક યુવાનનું મોત: એક સારવારમાં


SHARE







મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા પાસેથી બાઈક લઈને પસાર થયેલા ડબલ સવારી એકટીવાને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બંન્ને યુવાનને સારવારમાં ખસેડાયા હતા જે પૈકીના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા કાર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નવનિર્માણ સ્કૂલ વાળી શેરીમાં ગાયત્રીનગર જીવન જ્યોત સોસાયટી ખાતે રહેતા અશોકભાઈ શિવલાલભાઈ કારીયા જાતે લોહાણા (૫૪)એ કાર નંબર જીજે ૩૬ એસી ૦૦૭૩ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામેથી તેઓનો દીકરો માસુમ (૧૮) એકટીવા નંબર જીજે ૩ ડીજે ૩૧૩૪ મા તેના મિત્ર શુભમ ભાવેશભાઈ સાથે બેસીને રોડ ક્રોસ કરતો હતો તે સમયે એકટીવા ને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં માસુમને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હતી અને છાતી તથા પેટના ભાગે પણ ઇજાઓ થઈ હતી તેમજ શુભમને પણ માથાના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસડોમાં આવ્યા હતા અને માસુમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને શુભમભાઈ હાલ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અકસ્માતમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News