મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાયેંગલ ઓવરબ્રિજ સહિત કુલ ૮૧.૫૮ કરોડના વિકાસ કામોનું સાંસદ-ધારાસભ્યની હાજરીમાં ખાતમહુર્ત કરાયુ


SHARE











મોરબી નટરાજ ફાટક પાસે ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા ઉકેલવા માટે થઈને ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ મંજુર કરવામાં આવ્યું છે અને તેના સહિત જુદા જુદા વિકાસ કામો મળીને કુલ મળીને ૮૧.૫૮ કરોડ રૂપિયાની કિંમતના વિકાસ કામોનું આજે ખાતમુરત સાંસદ અને ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે છેલ્લા ઘણાવર્ષોથી ટ્રાફિકની સમસ્યા હતી ને તે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે થઈને ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે તે પ્રકારની લાગણીને માંગણી સરકાર સુધી કરવામાં આવી હતી ને તેને ધ્યાનમાં રાખીને સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે અને જેના આધારે નગરપાલિકા દ્વારા હાલમાં ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને જાણવા મળતી વિગત પ્રમાણે ૮૦ કરોડથી વધુ ના ખર્ચે મોરબીના નટરાજ ફાટક પાસે ટ્રાયએંગલ ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને તેના બનવાના કારણે મોરબીમાં નટરાજ ફાટક પાસે જે સામા કાંઠે અવરજવરમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થતા હતા તે તમામ પ્રશ્નોનો નિરાકરણ આવશે તેવી લાગણી ધારાસભ્ય અને સાંસદ સહિતના વ્યક્ત કરી હતી

આજે મોરબી ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયા, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, તેમજ મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, કે.એસ. અમૃતીયા, નરેન્દ્રસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા સહિતના સંગઠનના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ રોડનું કામ મંજુર થવાના કારણે મોરબીના લોકોની સુખાકારીમાં ભવિષ્યમાં ખૂબ મોટો વધારો થશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી હતી અને આજના દિવસે આ ઓવરબ્રિજ ઉપરાંત અન્ય વિકાસ કામો મળીને કુલ મળીને ૮૧.૫૮ કરોડ રૂપિયાની કિંમતના વિકાસ કામોનું ધારાસભ્ય અને સાંસદ સહિતનાઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.






Latest News