મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચાઈએથી નીચે પડતા યુવતી સારવારમાં


SHARE











મોરબીમાં ઊંચાઈએથી નીચે પડતા યુવતી સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાંથી નીચે પડી ગયેલી હાલતમાં યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અકસ્માતે તે નીચે પડી ગઇ હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જણાવવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ચંદ્રેશનગર પાસેના વિઠ્ઠલનગર વિસ્તારમાં રહેતી અને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૭ માં કારખાનામાં કામકાજ કરતી યુક્તિબેન ચેતનભાઇ પરમાર જાતે સતવારા નામની ૧૮ વર્ષની યુવતી કારખાનામાં કામ કરતી હતી.દરમિયાન અકસ્માતમાં તે ઊંચાઈએથી નીચે પડી ગઈ હતી અને બંને પગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાયેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

રફાળેશ્વર પાસે થયેલ મારામારીમાં બે ને ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે દિપક કાનજીભાઈ ચાવડા (ઉંમર ૩૦) તેમજ સંજય ગોરધનભાઈ સોલંકી (ઉમર ૨૫) રહે.રફાળેશ્વર વાળાઓને રફાળેશ્વર ગામ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થતા બંનેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે તેમ તાલુકા પોલીસે જણાવેલ છે.

બેભાન હાલતમાં મળી આવેલ આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજ બાગ પાસેથી રાજુભાઈ નામના ૬૫ વર્ષેીય આધેડ બેભાન હાલતમાં બગીચા પાસેથી મળી આવ્યા હતા.જેથી ૧૦૮ વડે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.હાલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીના કેનાલ રોડ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી નૌતમભાઇ શામજીભાઇ પનારા (૫૫) રહે. શિવ પાર્ક નિર્મલ વિદ્યાલય પાસે, દિનેશ લક્ષ્મણભાઇ રૈયાણી (૪૫) રહે.સજનપર ટંકારા અને મહમ્મદહુસેન દાઉદભાઈ કટિયા (૨૮) રહે.નવાગામ માળીયા મિંયાણાને ઇજા થતા ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝનના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ કરી હતી.






Latest News