મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE







પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓને રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ને પહેલા જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ ગુનામાં પોલસે આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના કોર્ટે પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને તપાસનીસ અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડેલ છે અને તે તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News