મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના નીચી માંડલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાના લાભ અને માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં સૌના સાથ અને પ્રયાસથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. વધુમાં તેમણે સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માહિતી આપી તેનું મહત્વ જણાવ્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ અને યોજનાઓ વિશેની માહિતી લોકોને મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવા પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં તેમણે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના વગેરેના લાભ અને તે યોજનાનો લાભ કેવી રીતે લેવો તે વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ આયુષ્માનકાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જેઠાભાઈ પારઘી, ધનજીભાઈ દંતાલિયા તેમજ નીચી માંડલના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News