મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીની ટીમે લુંટ-ધાડ અને લોકઅપમાંથી ભાગી જવાના ગુનામાં ૨૧ વર્ષે આરોપીને પકડ્યો


SHARE







મોરબી જિલ્લા એલસીબીની ટીમે લુંટ-ધાડ અને લોકઅપમાંથી ભાગી જવાના ગુનામાં ૨૧ વર્ષે આરોપીને પકડ્યો

ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ અને ધાડના ગુન્હામાં તેમજ ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જેને મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતેથી પકડી પડેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા કામ કરી રહી છે અને તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૨ માં નોંધાયેલ લૂંટ અને લોકઅપમાંથી નાશી જવાના બે ગુનામાં તેમજ માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં આરોપી નાસતો ફરતો હતી તે આરોપી નારજી કાનજી ડીંડોર રહે. માદલકા કદવાલી ફળીયુ તાલુકો થાંદલા જીલ્લો જાબુંઆ વાળો હાલે મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે હોવાની ચોકકસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી નારજી કાનજી ડીંડોર (૪૪) રહે. માદલકા કદવાલી ફળીયુ તાલુકો થાંદલા જીલ્લો જાબુંઆ (એમ.પી.) વાળો મંદસૌર કંબલકેન્દ્ર રોડ નયાઅબાદી વિસ્તારમાંથી તા.૨૯ ના રોજ પકડીને હાલમાં ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ. ભોચીયા અને એ.ડી. જાડેજા સહિતની ટીમે કરી હતી






Latest News