મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશન દ્વારા સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશન દ્વારા સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો

શિક્ષકમાં પણ હંમેશા વિદ્યાર્થી જીવતો રહેવો જોઇએ તો જ એ સતત અપડેટેડ રહી શકે અને શ્રેષ્ઠતમ જ્ઞાન આપી શકે.  શિક્ષકોને પ્રશિક્ષણના માધ્યમથી સતત નવું કરવાની પ્રેરણા મળી રહે તે માટે મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેમિનારનું બે દિવાસીય આયોજન નવયુગ સંકુલના અદ્યતન ઓડીટોરીયમમાં કરવામાં આવ્યું હતું જેનો શિક્ષકોએ લાભ લીધેલ હતો

આ સેમિનારમાં પ્રખર વક્તાઓએ તેમની જ્ઞાનવાણીના પ્રકાશથી વિદ્યાગુરુઓનો માર્ગ પ્રશિસ્ત કર્યો હતો. આ સેમિનારમાં નેહલ ગઢવીએ તેમના વક્તવ્યમાં શિક્ષક ભલે કીંગના બની શકે પણ તે કીંગમેકર જરૂર છે. તેને ભણાવેલા વિદ્યાર્થીઓ દેશના સર્વોચ્ચ સ્થાનો પર શોભાયમાન થાય છે. તે વાતને કેન્દ્રમાં રાખી હતી તો જય વસાવડાએ શિક્ષક વિદ્યાર્થીઓમાં મૂળભૂત ગુણો જેવા કે, અભ્યાસ, અભય, અભિવ્યક્તિ, ઓળખ, આવિષ્કાર, આયોજન, આસ્વાદ કેળવીને તેનું ધડતર કરી શકેતે વાત સમજાવી હતી તો ભાણદેવજીએ આધ્યાત્મિકતાથી શિક્ષણમાં ક્રાંતિ લાવી શકાય તે મુદ્દા પર છણાવટ કરી હતી તેવી જ રીતે હર્ષલ માંકડએ વિદ્યાર્થીઓ અક્ક્લ, આત્મવિશ્વાસ, આવડત અને અનુભવથી જીવનનો રાહ બદલી શકે તે જણાવ્યું.

જયારે બીજા દિવસે શૈલેષ સગપરિયાએ શિક્ષકના ગુણોને શ્રીમદ્ ભગવદ્ પુરાણ સાથે સાંકળીને શ્રેષ્ઠ ઉદાહરણો સાથે તરબોળ કરી દીધા હતા, સાથે સાથે દશાવતાર કઈ અવતરીત થયા હતા તે પણ સમજાવ્યું હતું. તો પારસ પાંધીએ તેના વ્યાખ્યાનમાં શિક્ષકે અને વાલીએ બાળકની પ્રકૃતિને સમજવાની છે, બદલાવવાની નથી. અને શિક્ષકએ ભણાવવું એ રીતે જોઈએ કે તે વિદ્યાર્થીના માનસપટ પર ઉંડે સુધી અંકિત થઈ જાયએ વાતને વણી લીધી હતી આ સાથે શ્રેષ્ઠ કામગીરી અને રીઝલ્ટ લાવવા બદલ સંસ્થાના કર્મનિષ્ઠ સ્ટાફને ૫,૦૦,૦૦૦ થી વધુ રકમના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.






Latest News