મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું


SHARE







માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના  વિશાલ લાભુભાઈ પાટડીયા અને તેની જ બાજુમાં રહેતી સપનાબેન મુન્નાભાઈ સીસણોદા  ગઈકાલથી ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં નાની મોલડી પોલીસ સ્ટેશનેથી સાગરી વયના યુવાન અને સગીરાના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ  ચોટીલાના ઝીંઝુડા ગામ પાસે આવેલા મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર  પ્રેમી પંખીડાએ એક જ ચુંદડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે અંગેની મંદિર પાસેથી પસાર થતા ગ્રામજનોને જાણ થતાં પોલીસને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ પોલીસ ત્યાં આવી હતી અને મૃતક યુવક અને યુવતીની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન વિશાલ લાભુભાઈ પાટડીયા (૨૦) અને સગીરા સપનાબેન મુન્નાભાઈ સીસણોદા (૧૬) હોવાનું સામે આવ્યું હતું અને તે બંને ગઈકાલે બાઈક લઈને પોતાના ગામેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવની પોલીસે મૃતક સગીર વયના પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી જેથી તે લોકો જીંજુડા ગામે પહોંચ્યા હતા અને વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ બંને આખો દિવસ ઝીંઝુડાની આજુબાજુ ફર્યા હતા અને ત્યાં આવેલ હિંગળાજ શક્તિપીઠ ધામે દર્શન પણ કર્યા હતા બાદમાં કોઈપણ કારણોસર બંને લોકોએ ઝાડ સાથે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મૃતક પ્રેમીપંખીડા પાસેથી એક ૫૦ રૂપિયાની ચલણી નોટ મળી છે જેમાં લખ્યું છે કે, “ છોકરાને હું લઈને આવી છું, છોકરો મને નથી લાવ્યોહાલ તો  નાની મોલડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે






Latest News