મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી મળી આવેલ માનસિક અસ્વસ્થ સગીરાનું માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ


SHARE







મોરબીના લાલપર ગામેથી મળી આવેલ માનસિક અસ્વસ્થ સગીરાનું માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મોરબી અભયમની ટીમને એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ માં ફોન આવેલ કે લાલપર નજીકથી એક સગીર વયની દિકરી મળી આવેલ છે જેના માટે મદદની જરૂર છે.તેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ધટના સ્થળે સગીરા સુધી પહોંચ્યા હતા.

સૌપ્રથમ તે સગીરાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ સગીર યુવતી ઘણા સમયથી અહીંયા એકલી દુકાન પાસે બેઠેલી હોય અને કશું બોલતી ન હતી.ત્યારબાદ સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે..? ક્યાંથી આવ્યા..? વિગેરે બાબતે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી સગીરાને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈને પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ સગીરાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ સગીરાની માતાને સોંપી હતી.ત્યારબાદ તેમના માતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરીને બાળપણમાં ખેંચ આવતી હોવાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ ચાલુ છે.તેમની દીકરી રાત્રે ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં.જેથી તેઓ પણ ચિંતિત હતા  ૧૮૧ ટીમે સગીર યુવતીને પરિવારને સોંપીને ભવિષ્યમાં તેમની દીકરીનું ધ્યાન રાખવા સૂચન કર્યું હતુ.તરૂણીના માતાએ ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હતો.






Latest News