મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામ પાસે રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર ગામ પાસે રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર આપ્યો બાદ મોરબી તાલુકા પોલીસને બનાવી જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ લોહીદાસપરામાં રહેતા રમેશભાઈ જેઠાભાઈ ચૌહાણ (૩૬) નામના યુવાનને રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર મંદિર નજીક રિક્ષામાં જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને હડફેટે રહેતા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને રમેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હત

માર માર્યો

ટંકારા ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ટંકારામાં રહેતા નિતેશભાઇ વસંતભાઈ ગોહિલ (૨૮) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી

ફિનાઇલ પીધું

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રવાપર રેસીડેન્સીમાં રહેતા કિરણબેન રજનીકાંત વ્યાસ (૫૦) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેઓને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી

પતિએ માર માર્યો

મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા અંજનાબેન રામજીભાઈ ચાવડા (૩૮) નામની મહિલાને ઘરે તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News