મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતના બંધારણને ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સાથે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી. વડસોલા દ્વારા સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા બંધારણની સમજ આપતા જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નીતિ નિયમ કાયદાઓની જરૂર હોય છે,એમ આવડો મોટો દેશ ચલાવવા માટે કાયદાની જરૂર હોય છે, નીતિ નિયમોની જરૂર હોય છે,એ કાયદો એ નીતિ નિયમ એટલે આપણું બંધારણ.જુલાઈ-૧૯૪૬ માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી આ સભાની સભ્ય સંખ્યા ૩૮૯ હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે જુદી જુદી ૨૩  સમિતિઓની રચના કરવામાં આવી હતી. અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો પાછળથી ઈ.સ.૧૯૭૬ માં સુધારા કરવામાં આવ્યા અને હાલ બંધારણમાં કુલ ૨૫ ભાગો, ૧૨ અનુસૂચિ અને ૪૬૫ અનુચ્છેદ છે તેવું જણાવ્યુ હતુ






Latest News