મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી રદ


SHARE







મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી રદ

મોરબીમાં અનુ. જાતિના યુવાનને મારa મારીને ચપ્પલ મોઢાવમાં લેવડાવવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ છે જો કે, આરોપી હજુ પકડાયેલ નથી ત્યા આ ગુનામાં મહિલા સહિત જે પાંચની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે તે પાંચેય આરોપીઓના આગોતરા જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી મૂકી દેવામાં આવી હતી જે અરજીને કોર્ટે રદ કરેલ છે.

મોરબીમાં પગાર લેવા માટે ગયેલા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)ને  રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેની યુવાને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે રાયોટિંગ, એટ્રોસીટી, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી અને તેવામાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને જે પાંચ આરોપીની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવેલ છે તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકી દેવામાં આવી હતી જે અરજીને કોર્ટે રદ કરેલ છે.






Latest News