ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ક્લાર્કનું પાડા પુલ ઉપરથી નીચે પટકાતા મોત


SHARE











મોરબી જિલ્લા પંચાયતના ક્લાર્કનું પાડા પુલ ઉપરથી નીચે પટકાતા મોત

મોરબી જિલ્લા પંચાયતના ક્લાર્ક પાડા પુલ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બગથળા ગામના રહેવાસી અને મોરબી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ મેઘજીભાઈ ચાવડા (૫૬) નામના વૃદ્ધ મોરબીમાં પાડા પુલ ઉપરથી નીચે મચ્છુ નદીમાં પડી ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક જગદીશભાઈ ચાવડા મોરબી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ સાંજે ફરજ પરથી છૂટે ત્યારબાદ ચકલાને ચણ નાખવા માટે દરરોજ પાડા પુલ ઉપર જતા હતા જો કે, ગત ૨૩/૧૧ ના રોજ મોડી સાંજ સુધી તે ઘરે ન આવતા તેને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને દરમિયાન તેની મચ્છુ નદીમાંથી લાશ મળી હતી જેથી કરીને તેઑ ચકલાને ચણ નાખવા માટે ગયા હોય ત્યારે અકસ્માતે નીચે પડ્યા હોય તેવી શક્યતા સેવાઈ રહી છે






Latest News