મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી


SHARE







ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા માટે ટંકારા ગ્રામ પંચાયત છે તેને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી છે અને દેશ આખામાં ભવ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિને યાદગાર ભેટ આપવા લોકોમાં માંગણી ઉઠી છે

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેમનું જન્મ સ્થાન ટંકારા છે જ્યા મુળ શંકરે પાપા પગલી માંડી દેશ આખામાં વેદ તરફ પાછા ફરોનું સુત્ર આપી અનેક નરબંકાને ભારતની આઝાદી માટે પેરણા આપી જેમણી 200 મી જન્મ જયંતિ જ્ઞાન જયોતી પર્વ તરીકે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહર્ષિના માદરે વતન ટંકારાને આ અવસરને યાદગાર બનાવવા નગરપાલિકાની વર્ષોની માંગ પુરી કરવામા આવે એવી લોક લાગણી જાગી છે. ત્યારે એડવોકેટ યુવા નેતા સંજય ભાગિયાએ જણાવ્યું હતું કે જો ટંકારા નગરપાલિકા મળે તો સુવિધાઓની સરવાણી વહેતી થઈ વિકાસને વેગ મળશે. તો હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમા સ્વચ્છતા અને ટ્રાફિક દબાણનો પશ્ર્ન હલ થઈ શકે છે. તો આદોલનકારી ગપી પાટીદારે જણાવ્યું હતું કે આજે યુવાનો માટે રમવા કોઈ મેદાન નથી કે અંગ કસરત માટે કોઈ સ્થાન સુવિધા પરંતુ નગરપાલિકા મલે તો અનેક લાભ થાય. સ્થાનિક અગ્રણી જગદીશ કુબાવતે જણાવ્યું હતું કે નગરપાલિકા મલે તો ફાયર બ્રિગેડના સાધનો સિટી બસબગિચાબાળ કિંડાગણ સહિતની સવલત મળે ત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગુરૂ ભુમી ટંકારાને યાદગાર ભેટ આપે એવી લોક લાગણી છે.






Latest News