મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

સરકાર ખેડૂતોને પાણી, ખાતર, ટેકાના ભાવ વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે: કાંતિભાઈ અમૃતિયા


SHARE







સરકાર ખેડૂતોને પાણી, ખાતર, ટેકાના ભાવ વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે: કાંતિભાઈ અમૃતિયા

ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં ૫ તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે એક ૬ જગ્યાઓએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભારંભ કરાવ્યો હતો.

ત્યારે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે સૌએ એક વાત સ્વીકારવી જ પડશે કે ખેતી આબાદ તો દેશ આબાદ ત્યારે સરકાર દ્વારા ખેતી અને અને ખેડૂતોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે તમામ કેનાલો રિપેર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. સૌની યોજનાની જેમ આપણે મોરબી જિલ્લામાં સૌના તળાવ નામે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. જે હેઠળ પ્રારંભના તબક્કે ૩૫ તળાવોને મચ્છુ -૨ મચ્છુ -૩ સહિતના ડેમો સાથે જોડી સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટે પ્રયાસો કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પાણી, ખાતર ટેકાના ભાવ બજાર વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે. વધુમાં ધારાસભ્યશ્રીએ સારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ ખેત પ્રણાલી અને ખોરાક પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી મળી રહે ખેડૂતો આ યોજના માટે અરજી કરી લાભ લે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર ખેડૂત તરીકે ડાંગર લાખાભાઈ તેમજ કણજારિયા હરિભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તથા રોતાવેટર માટેના લાભાર્થીને પૂર્વ મંજૂરી હુકમ તેમજ ટ્રેકટરના લાભાર્થીને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર જી.ટી. પંડ્યા, સહકારી અગ્રણી અને મોરબી માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા





Latest News