મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરની લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત


SHARE







વાંકાનેરની લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરથી ભોજપર ગામ તરફ જઈ રહેલા આધેડના બાઇકને લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં ઇજા પામેલા આધેડને રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપર ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (૫૦) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન હોય તે ત્યાંથી પોતાના ઘર તરફ પોતાનું બાઈક લઈને પરત જઈ રહ્યા હતા ત્યારે લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે તેઓ બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાધેશભાઈ ચાવડાને ઇજાઓ થયો હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીરપરથી રાતાવિરડા તરફ જવાના કાચા રસ્તા ઉપર થી બાઇક નંબર જીજે ૩૬ એડી ૧૮૦૫ પસાર બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ૯૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૩૫૦૦૦ ની કિંમતનું બાઇક કુલ મળીને ૩૬૮૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ગૌતમભાઈ જગાભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૪) તેમજ વિજયભાઈ લાલજીભાઈ દેકાવાડીયા જાતે કોળી (૨૩) રહે. બંને વીરપર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મોમઇ ડેરી વાળી શેરીના નાકે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે જુદા જુદા ત્રણ બચકામાંથી કુલ મળીને ૧૧૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૩૦૦ ની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો અને આ માલ ઈલાબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (૩૦) રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરી વાળી શેરીના નાકે મોરબી વાળાનો હોવાનું સામે આવતા તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News