મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાલે જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ઉજવાશે: કેક કટિંગ સહિતના કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબીના જલારામ મંદિરે કાલે જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ઉજવાશે: કેક કટિંગ સહિતના કાર્યક્રમનું આયોજન

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૪મી જન્મ જયંતિ આવી રહી છેદેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૧૯ ને રવિવાર કારતક સુદ સાતમના રોજ જલારામબાપા ની ૨૨૪મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. 

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે સવારે ૬ કલાકે પ્રભાતધૂન૧૦ કલાકે અન્નકુટ દર્શનબપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગબપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકોબીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડદસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓઅગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનોગત વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપીતેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે અને આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. 






Latest News