મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે અગાઉ કરેલી ફરિયાદ અને સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ધોકા-પાઇપ વડે હુમલો, પાંચને ઇજા


SHARE











મોરબીના શનાળા ગામે અગાઉ કરેલી ફરિયાદ અને સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ધોકા-પાઇપ વડે હુમલો, પાંચને ઇજા

મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં કારમાં ધોકા-પાઇપ લઈને આવેલા ઈસમો દ્વારા એક પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવતા ત્રણને રાજકોટ ખસેડાયા હતા.મારામારીમાં સામેના પક્ષના એક શખ્સને પણ ઈજા થઈ હોય કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નવ ઇસોમોની સામે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવતા એક જ પરિવારના રાહુલ મહેશ સોલંકી, દેવુબેન બાબુભાઈ સોલંકી  બાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જે પૈકી રાહુલ, દેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા અને આ સામ સામે મારામારીના બનાવમાં સામેના પક્ષેથી અશ્વિન રવજી વાઘેલા (ઉંમર ૩૨) રહે. શનાળા સાંઈબાબાના મંદિર પાસે વાળાને પણ ઇજાઓ પહોંચી હતી અને આ મારામારી સંદર્ભે હાલમાં બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬) રહે.શનાળા વાળાએ મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમભાઈ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી, રાયોટીંગ અને કાવતરું રચવુંની આઇપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૪૨૭, ૪૪૭,૧૨૦ (બી) તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ નોંધી હતી.જેમા ફરીયાદી બાબુભાઇના જણાવ્યા મુજબ મહીપતની સાથે અગાઉ થયેલ ઝઘડાનો તેમજ ફરીયાદીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી ઉપરોકત આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ ઘડી એક સંપ કરી ગેર કાયદેસર મંડળી રચીને પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી બાબુભાઇના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માનવ જીદગી જોખમાઈ તે રીતે ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા તથા સાહેદ દેવુબેન બાબુભાઇ સોલંકી (ઉ.૬૧) ને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરીને તેમજ સાહેદ નિતીન મહેશભાઇ સોલંકી (ઉ.૨૦) ને જમણા હાથમાં તથા ડાબા પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ સાહેદ રાહુલ મહેશભાઇ સોલંકી (ઉ.૧૭) ને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી છે.ઇજાઓ કરીને મારમારી કરીને ફરીયાદીના ઘરમાં રહેલ ટીવી તથા દરવાજાઓ તેમજ વાહનોમાં તોડફોડ કરીને આશરે રૂા.૩૦,૦૦૦ જેટલું નુકશાન કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપીને જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સૌંદરવા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News