મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને વાંકાનેર નજીક કારખાનામાં આવીને રોકાયેલ સગીરનું ઉલ્ટી બાદ મોત


SHARE







વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને વાંકાનેર નજીક કારખાનામાં આવીને રોકાયેલ સગીરનું ઉલ્ટી બાદ મોત

વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સગીરા સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહીને ત્યાં સગીરા અને તે યુવક કામગીરી કરતા હતા દરમિયાન સગીરાને પેટમાં દુખાવો પડતાં તેની દવા લઈ આવ્યા હતા અને ત્યારબાદ તે સગીરાને ઉલટી થઈ હતી અને લેબર ક્વાર્ટર ખાતે જ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવેલ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક તેની સગીર પ્રેમિકાને લઈને ભાગીને મોરબી જિલ્લા બાજુ આવી ગયો હતો અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હદમાં આવેલ સીરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરવા લાગ્યો હતો દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેની દવા લીધી હતી અને ત્યારબાદ તે સગીરા લેબર કવાર્ટરમાં હતી ત્યાં તેને ઉલટી થઈ હતી અને ત્યારબાદ તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી કરીને સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે સગીરાના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

દેશી દારૂની ભટ્ઠી

ટંકારા તાલુકાના લજાઈ ગામે જૂના નળિયા વાળા મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી તૈયાર દેશી દારૂ ૫૦ લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૬૦ લિટર આથો ગેસના ત્રણ, બાટલા ગેસના ત્રણ ચૂલા, એલ્યુમિનિયમના તપેલા તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ ૬૫૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે. તાલુકો ટંકારા વાળો હાજર ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની છે






Latest News