જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં તહેવારોમાં પણ ફરજને પહેલા પ્રાધાન્ય આપતા કર્મવીરો સાથે દિવાળી ઉજવતુ યંગ ઇન્ડીયા ગૃપ


SHARE











મોરબીમાં તહેવારોમાં પણ ફરજને પહેલા પ્રાધાન્ય આપતા કર્મવીરો સાથે દિવાળી ઉજવતુ યંગ ઇન્ડીયા ગૃપ

યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારોમાં પણ પ્રજાની  સેવા માટે ખડેપગે રહેતા તમામ સરકારી વિભાગના કર્મચારીઓને મીઠાઈ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી સન્માન કર્યું

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર પોતાની ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળીના પર્વે પણ પોતાની ફરજ બજાવતા આ કર્મવિરોની કર્મનિષ્ઠાની કદર થતા તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

માનવીના હ્યદયમાં પણ અજ્ઞાન, અંધશ્રધ્ધા, સંકુચિત નિતી, હુંસા-તુસી, અંદરો અંદર ઝગડા, મારા-મારી, લૂચ્ચાઇ વગેરે જેવા અનેકો અંધકારમય આસુરી તત્વો વસેલા હોય છે જેનો માનવીએ નાશ કરી પોતાના દિલમાં જ્ઞાન,બીજા પ્રત્યેની જવાબદારીઓ, લાગણીઓ કે જે પ્રકાશના પ્રતિક તરીકે ઓળખાય છે કે, જે પ્રકાશના પ્રતિકને આપણાંમા એક અજવાળા રૂપે પાથરવાનો દિવસ હોય છે અને તેને જ દિપોત્સવ કહીયે છીએ. દરેક માનવીમાં શુભ અને અશુભ તત્વો રહેલાં જ હોય છે પણ તેમાનાં અશુભ તત્વોને મારી અંતરમાં ઊંડાણમાં એક પ્રકાશ પાથરવાનો દિવસ એટલે દિવાળી.  પ્રકાશ એ છે કે જે મન અને જગતને રોશન કરે. દિવાળીનો તહેવાર આજ સાર્થક સંદેશ લઈને આવે છે.જે આપણે બધાને આપણી સત્ય નિષ્ઠા પર આધારિત આપણી વિરાસત અને આપણા પણાંનો અહેસાસ કરાવે છે. અને સ્વયંને દિપક બનીને સમાજમાં અજવાળા ફેલાવીને અલોકીંત કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે.એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી એવા લોકોને સમર્પિત કરવામાં આવી હતી જે લોકો ખુદ સ્વયમ પ્રજલિત થઈ પોતાની દિવાળી ભૂલી સમાજને સુંદર રીતે ઉપયોગી બની પૂર્ણનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા તહેવારોની કઈક અલગ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે. ત્યારે આ ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની પણ અનોખી ઉજવણીના ભાગરૂપે કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીએ પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી,નગરપાલિકા, પેટ્રોલપમ્પ, રેલવે , ફાયર બ્રિગેડ ,ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા તમામ કર્મવીરોનું સન્માન કરી તેઓને મીઠાઈ આપી દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવાને બિરદાવી આભારની લાગણી પ્રગટ કરાઇ હતી.

આમ તહેવાર ઉપર પણ પોતાની ફરજને જ સર્વસ્વ માનીને કામ કરતા કર્મનિષ્ઠ લોકોને પ્રોત્સાહન પુરૂ પાડી યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીના પર્વની ઉજવણી ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી.






Latest News