વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈએ કેમ પોતાની સરખામણી “નાથીયા” સાથે કરી ?


SHARE







મોરબીમાં આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈએ કેમ પોતાની સરખામણી “નાથીયા” સાથે કરી ?

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે મોરબીના બેલા ગામે આવ્યા હતા ત્યારે તેઓએ સભાને સંબોધતા ગુજરાતી કહેવત “નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” ને ટાંકીને કહ્યું હતું કે, મારી પાસે હોદો હતો ત્યારે કાર્યક્ર્મનું આમંત્રણ આવ્યું હતું અને પછી સરકાર બદલાઈ ગઈ હતી તો પણ કનકેશ્વરી દેવીનો ફોન આવ્યો હતો કે, તમારે કાર્યક્રમમાં આવવાનું જ છે ત્યારે હોદો નહીં પરંતુ વ્યક્તિ મહત્વની છે અને કોઈ હોદ્દો નથી તો પણ ઉમળકાથી મને આ સંસ્થામાં બોલાવ્યો છે તે માટે હળવા મૂડમાં તેમણે પોતાની સરખામણી “નાથીયા” સાથે કરી હતી

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો આજે ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વર્ગીય, રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, જીતુભાઈ પટેલ (સિમ્પોલો) સહિત લોકો હાજર રહ્યા હતા

ત્યારે આ સમરોહ માટે જે આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું હતું તેને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતી કહેવત “નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” ને ટાંકીને કહ્યું હતું કે, મારી પાસે હોદો હતો ત્યારે કાર્યક્ર્મનું આમંત્રણ આવ્યું હતું અને પછી સરકાર બદલાઈ ગઈ હતી તો પણ કનકેશ્વરી દેવીનો ફોન આવ્યો હતો કે, તમારે કાર્યક્રમમાં આવવાનું જ છે ત્યારે હોદો નહીં પરંતુ વ્યક્તિ મહત્વની છે અને કોઈ હોદ્દો નથી છતાં ઉમળકા ભારે મને આ સંસ્થામાં બોલાવવામાં આવ્યો છે તે માટે હળવા મૂડમાં તેમણે પોતાની સરખામણી નાથીયા સાથે કરી હતી

ખાસ કરીને ખોખરા હનુમાન ધામના કાનકેશ્વરી દેવીએય કહ્યું હતું કે, હાલમાં અહી વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વૈદનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જો કે, ભવિષ્યમાં કાશીની જેમ અહી પણ ચારેય વૈદનું જ્ઞાન ઋષિ કુમારોને આપવામાં આવશે અને કન્યાઓને પણ અહી શિક્ષણ મળે તેવું સુવિધાઓ ભવિષ્યમાં અહી ઊભી કરવામાં આવશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ અગ્રણી હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News