મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું


SHARE







મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની રિસામણે બેઠેલ હોય તેને લેવા માટે ગયો હતો તો પણ તેની પત્ની આવી ન હતી જેથી કરીને તે યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કોનોર સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશ્વર રામચંદ્ર જેના જાતે ઓડિયા (૨૮) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતા રામચંદ્ર બંસીધર જેના જાતે ઓડિયા (૫૩) રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે છએક મહિનાથી તેની પુત્રવધૂ રિસામણે બેઠેલ છે જેથી કરીને તેનો દીકરો તેને લેવા માટે તેના વતનમાં ગયો હતો પરંતુ તેની પત્ની પાછી આવી ન હતી જેથી કરીને તે મોરબી મજુરી કામ કરવા માટે થઈને મોરબીમાં કોનોર સિરામિક કારખાના ખાતે આવ્યો હતો અને ત્યાં તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News