મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયામાં પ્રાચિન સંસ્કૃતીની ધરોહરરુપે આજે પણ રેલાઈ  છે પ્રભાતિયાના મીઠા સુર


SHARE







ટંકારાના હડમતિયામાં પ્રાચિન સંસ્કૃતીની ધરોહરરુપે આજે પણ રેલાઈ  છે પ્રભાતિયાના મીઠા સુર

પ્રાચીન સંસ્કૃતીની ધરોહર જાળવવા આજે પણ વડીલોની સાથે સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે.વહેલી પરોઢે અમુક અવાજ માનવ જીવનના માનસપટ પર વિસરાય ગયા છે, જેવા કે *દરણા દળાતી ઘંટી,છાશ વલોવતા વલોણાં,પંખીઓના મીઠા કલરવ, ગાયના ગોદરે ગાયના ભાંભરડા, મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીએ પનિહારીઓના બેડાના આવાજ દુર્લભ થઈ રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઈને વર્ષોથી આજે પણ જુના ગામ‌ રામજી મંદિર અને નવા પ્લોટમાં રામજી મંદિરે પ્રભાતીયાના મીઠા સુર સાંભળીને શ્રી હરિનુ મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે.

 જાગને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા ટંકારાના હડમતિયામાં પ્રાચિન સંસ્કૃતીની ધરોહરરુપે આજે પણ "જાગ ને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા" પ્રભાતિયાના મીઠા સુર રેલાઈ રહ્યા છે.જાગને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા….જળ કમલ છાંડી જા ને બાળ….મારુ રે પિયરીયું માધવપુરમા....જેવા પ્રભાતિયાં આજે સાંભળવા દુર્લભ બન્યા છે દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ટંકારાના હડમતિયામાં વર્ષોથી વહેલી પરોઢે નરસિંહ મહેતા, મીરાબાઈ રચીત પ્રભાતીયાનું સુંદર લયથી ગાન કરવામા આવી રહ્યુ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતી આજ ભુલાય રહી છે ત્યારે શ્રી હરીનું મન મોહી લે તેવા જાગોને જશોદાના જાયા વેલણા વાયા,મારુ રે પિયરીયું માધવપુરમા,પઢો રે પોપટરાજા રામના જેવા અનેક પ્રભાતીયા યુવાનો, બાળકો, બુઝુર્ગો વહેલી સવારે રામજી મંદિરે આલ્હાદક આવાજમા સાંભળીને મન હરી જાય છે.એટલે જ તો જૈન મુનિ હંસબોધિ વિજયજીની આ પંક્તિને અનુસરતા કહેવું પડે છે કે... ફક્ત સંપતિ તો માણસને ધનવાન બનાવે છેે, જયારે પ્રભુભક્તિ તો કંકરને પણ શંકર બનાવે છે.આમ પૈસો જ સર્વસ્વ નહી પણ શ્રી હરિને પામવાનો ઉતમ રસ્તો જો કાઈ હોય તો તે છે પ્રભુભક્તિ.ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતી ભુલી રહી છે ત્યારે અહી નાની કુમળી વયના બાળકો મંજીરા, તબલા વગાડી ભગવાનની ભક્તિ કરવામા લીન જોવા મળે છે તે એક ગર્વની વાત છે.






Latest News