મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો


SHARE







મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો

 મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ ચાલુ વર્ષે ઓવરફલો થયો છે ત્યારે નવા નીરની આવક અને ઓવરફલોના આહલાદક નજારો જોવા માટે મોરબી વાંકાનેર પંથકના લોકો ડેમ સાઇટ ઉપર ઉમટી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ મહાકાય ડેમ ૨૪ મી વખત ઓવરફ્લો થયો છે તેવુ સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે 

મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી હતી અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી હોવાથી ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં બુધવારે સાંજે સાડા છ વાગ્યેથી ઓવરફ્લો થઇ ગયો હતો અને ડેમમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે તે નજારો જોવા માટે મોરબીરાજકોટ અને વાંકાનેર પંથકમાંથી લોકો આવી રહ્યા છે

હાલમાં સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે કે૧૯૬૦થી અત્યાર સુધીમાં  ૨૪ મી વખત આ મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ પણ આ ડેમમાં નવા નીરની આવક ચાલુ જ હોવાથી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને ૨૪ ગામોને એલર્ટ પણ કરવાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કેમોરબીના મચ્છુ-૧ ડેમમાથી વાંકાનેર અને રાજકોટના લોકોને પીવા માટે અને વાંકાનેર, ટંકારા તેમજ મોરબીના ૩૦ ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું બારે મહિના પાણી આપવામાં આવે છે

મહાકાય મચ્છુ ડેમ હાલમાં ઓવરફ્લો થયો હોવાથી મોરબી  અને વાંકાનેર તાલુકાનાં મોટાભાગના વિસ્તાર માટે એક વર્ષ સુધીનું જળસંકટ ટળી ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આજની તારીખ મચ્છુ-૧ ડેમમાં ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાયેલ છે અને હાલમાં પણ આ ડેમ ૬ ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ડેમ ઉપરથી ઝરણની જેમ વહેતું પાણી જોવા માટે લોકો દૂરદૂરથી મચ્છુ-૧ ડેમની સાઇટ ઉપર આવી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે ખળખળ વહેતા મચ્છુના પાણી જોઈને ખેડૂતો સહિતના લોકોના હૈયા હરખાઈ રહ્યા છે 






Latest News